ખારીઘારીયાલ ગામે રામાપીરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ.....
ખારીઘારીયાલ ગામે રામાપીરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન.
ચાણસ્મા તાલુકાના ખારી ઘારીયાલ ગામે રામદેવપીર ના નવા બનાવેલા મંદિરનો જીર્ણોધ્ધાર અને રામાપીર નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.જેની શુભ મુહુર્તમાં ભૂદેવના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીફળ હોમી યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે રામાપીર ના ૩૩ જ્યોતના પાટ અને નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં લોક ડાયરો યોજાયો હતો.
ખારીઘારીયાલ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામદેવપીર નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવા મંદિરના જીર્ણોધ્ધાર પ્રસંગે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે વહેલી સવારે મંડપ પ્રવેશ સહિત અગ્નિ સ્થાપના અને સાયંમ પૂજા કરી યજ્ઞની શરૂઆત કરી હતી. બીજા દિવસે એટલે શનિવારે વહેલી સવારે જળયાત્રા સાથે શોભાયાત્રા નીકળી હતી. જે સમગ્ર ગામમાં ફરી નિજ મંદિરે પરત ફરી હતી. જેમાં સંતો મહંતોને બિરાજીત કરાયા હતા. જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના અંતિમ દિવસે સવારે દેવતાની પ્રતિષ્ઠા તથા પૂજન કર્યા બાદ બપોરે શુભ મુહૂર્ત ૧૨:૩૯ કલાકે ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જ્યાં બાબારીના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ફોટાના દાતાશ્રી ઠાકોર મહેન્દ્રજી નારણજી રહ્યા હતા.ત્યારબાદ શ્રીફળ હોમી યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સાથે મહા આરતી કરવામાં આવી હતી તેમજ રવિવાર ની રાત્રે રામાપીરનો ૩૩ જ્યોતનો પાટ પરમ પૂજ્ય શ્રી ૧૦૮ શ્રી મનીષબાપુ ચેહર ધામ, ધનાલી ના સાનિધ્યમાં શ્રી રામા ધણીનો પાઠ યોજાયો હતો. જેમાંશ્રી સદગુરુ દેવ શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધીશ્વર પરમ પુજ્ય માડીશ્રી સુરત પણ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ભક્તો ભક્તિભાવમાં તરબોર થયા હતા. ત્યારબાદ યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ અને વિક્રમ માલધારી સહિતની ટીમે વિવિધ ભજનો અને ગીતોની રમઝટ બોલાવી લોકોને મોજ કરાવી હતી.સેવા ના આ મંગલ પ્રસંગે ગામની તમામ દીકરીઓને લ્હાણી ભેટ આપવામાં આવી હતી, જેના દાતાશ્રી બાબુભાઈ અમથાભાઈ કેસરાભાઈ ભાંગરા રહ્યા હતા. મહોત્સવના ત્રીજા દિવસના એટલે કે રવિવારના ભોજનના દાતા તરીકે વાઘેલા ઉમેદસંગ ચમનજી તથા વ્યાસ રાકેશભાઈ બચુપ્રસાદ એ સેવા આપી હતી. સમગ્ર મહોત્સવ દરમિયાન ગામમાં મેળા જેવો ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.આમ ગામમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા