ચાણસ્માના ગાયત્રી મંદિર ખાતે નિ:શુલ્ક મોતિયા નિદાન અને સારવાર કેમ્પ યોજાયો: ૩૫ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખસેડાયા.....
ચાણસ્મા ના ગાયત્રી મંદિર ખાતે નિઃશુલ્ક મોતીયાનો કેમ્પ યોજાયો.
ચાણસ્મા - પાટણ હાઇવે પર આવેલ ગાયત્રી મંદિર ખાતે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મોતીયા તેમજ ઓપરેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ ભાગ લીધો હતો.
પાટણ જિલ્લાના ચાણસ્મા- પાટણ હાઇવે પર આવેલ ગાયત્રી મંદિર ખાતે આજ રોજ નિઃશુલ્ક મોતિયા ઓપરેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય સચ્ચિદાનંદ આશ્રમ સેવા ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઈ પટેલ, વિમલાનંદ બાપુ ચાણસ્મા, રમેશભાઈ અને અંબારામભાઇ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં ડો.અલ્કેશ ખેરડીયા રાજકોટ વાળાએ ૧૦૦ જેટલા દર્દીઓની આંખની નિઃશુલ્ક તપાસ કરી હતી. જેમાં ૩૫ દર્દીઓને મોતીયાની અસર જણાતાં તેઓની ઓપરેશન માટે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ની બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા.જેઓને ઓપરેશન પૂર્ણ થયા પછી તેમને પરત મુકવામાં આવશે તેમ ગાયત્રી પરિવારના ટ્રસ્ટી અરવિંદભાઇ અને રમેશભાઇ આયોજકોએ જણાવ્યું હતું. અત્રે યોજાયેલ નિઃશુલ્ક મોતીયા કેમ્પમાં દર્દીઓને અને તેમના સ્વજનો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેના દાતાશ્રી ગાંડાભાઇ રસોઇયા ખોરસમ વાળાએ સેવાઓ આપી હતી. સમગ્ર કેમ્પનું આયોજન અરવિંદભાઇ પટેલે કર્યું હતું.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા