સિહદા ગામનાલોકોભર ઉનાળે પાણીમાટે વલખા
નવ સે જલ યોજના ફારસરૂપ સાબિત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંદાહા ગામમાં લોકો પાણી માટે વલખાં
ભૂગર્ભ જળના સ્તર નીચે જતા બોર શોભાના ગાંઠિયા સમાન બન્યા
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના છેવાડાના સિંદાહા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સરકારની નવ સે જલ યોજના હોવા છતાં ગ્રામજનોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામની મહિલાઓને દૂર દૂર સુધી પાણી લેવા માટે જવું પડે છે.
ગામમાં આવેલા હેન્ડપંપ અને બોરવેલ ભૂગર્ભ જળના સ્તર નીચે જતા બેકાર બન્યા છે. ઘણા વિસ્તારોમાં પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. મહિલાઓ માથે બેડાં લઈને પાણી માટે ભટકતી જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામમાં પાણી પુરવઠાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. લગ્ન પ્રસંગો અને સામાજિક કાર્યક્રમોમાં પણ પાણીની તંગી મોટો પ્રશ્ન બની છે.
ગ્રામજનો દ્વારા તાત્કાલિક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે.