રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડની SSC પરીક્ષામાં નોંધપાત્ર સફળતા
ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ઓલપાડે SSC બોર્ડ માર્ચ 2026ની પરીક્ષામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. શાળાનું કુલ પરિણામ 83.40 % રહ્યું છે, જ્યારે બોર્ડનું કુલ પરિણામ 83.86% રહ્યું છે. પરિણામમાં નીચેનાં વિદ્યાર્થીઓએ ટોચના ક્રમાંક મેળવ્યા છે: પ્રથમ ક્રમે પટેલ રુદ્ર પરેશભાઈ સંસ્કૃત વિષયમાં 100 માંથી 99 વિજ્ઞાનમાં 100 માંથી 98 સાથે
94.66 % (99.02 PR) – A1 ગ્રેડ, દ્વિતીય ક્રમે શર્મા પૂજા કૈલાશ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 99 સંસ્કૃત અને ગણિતમાં 100 માંથી 98 સાથે 94.00% (98.61 PR) – A1 ગ્રેડ, તૃતીય ક્રમે પટેલ હર્ષ અનિલભાઈ વિજ્ઞાનમાં 100 માંથી 99 સાથે 93.66 % (98.38 PR) – A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત ગોહિલ ધ્વનિ હિરેનકુમાર (91.16%) સહિતનાં વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળાનાં વિદ્યાર્થીઓએ સારા પ્રદર્શન સાથે વિવિધ ગ્રેડમાં સફળતા મેળવી છે. જેમાં A1 ગ્રેડમાં 4, A2 ગ્રેડમાં 15, B1 ગ્રેડમાં 37 અને B2 ગ્રેડમાં 51 વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે.
આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળનાં પ્રમુખશ ધનસુખભાઈ પટેલ, મંત્રી જયંતીભાઈ પટેલ, સ્થાનિક અને વાલી મંડળનાં પ્રમુખ બળવંતભાઈ પટેલ, મંત્રીઓ, હોદ્દેદારો અને સભ્યોએ તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
તેમજ આચાર્ય ભરતભાઈ પટેલ, સુપરવાઇઝર, શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવારને પણ આ સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. ભવિષ્યમાં પણ શાળા વધુ ઉત્તમ પરિણામ સાથે શિક્ષણક્ષેત્રે પ્રગતિનાં નવા શિખરો સર કરશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.