આજે સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઓલપાડ દ્વારા આયોજિત 8મા હળપતિ સમાજ સમૂહ લગ્નોત્સવ સમારોહનું ભવ્ય આયોજન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મૂકેશ પટેલ તથા સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી કુલદીપસિંહ, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, સહકારી આગેવાનો, સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઓલપાડના ટ્રસ્ટીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવી તેમના સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
સમૂહ લગ્નોત્સવ સમાજને એકતા અને સહકારના તાંતણે જોડીને રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સાથે સાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સામાજિક તેમજ આર્થિક બળ પૂરું પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રસંગે સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઓલપાડના ટ્રસ્ટીશ્રીઓ તથા તમામ દાતાશ્રીઓને સમાજસેવાના આ ભગીરથ કાર્યમાં જોડાઈ સમાજને નવી દિશા આપવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.