ખારી ઘારીયાલમાં રામાપીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દ્વિતીય દિવસ
ખારી ઘારીયાલ : રામાપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે તા. 09/05/2026 શનિવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રામાં સંતો અને મહંતો પણ પધાર્યા હતા અને ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જાણીતા કલાકાર વાસુ કોલાએ પોતાની કળાથી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.
આ પ્રસંગે ભોજનના દાતા તરીકે ભુવાજી ધમસીભાઈ તળજાભાઈ દેસાઈએ ઉમદા સહયોગ આપ્યો હતો. મહોત્સવના બીજા દિવસની રાત્રે કાઠિયાવાડનું સુપ્રસિદ્ધ રામા મંડળ પોતાની આગવી શૈલીમાં ધૂમ મચાવશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. સમગ્ર ગામ 'જય બાબારી' ના નાદથી ગુંજી ઉઠ્યું છે.