બોડેલીમાં ત્રણ વર્ષ જૂના અપહરણ ગુનામાં પોલીસ સફળતા
બોડેલી: બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ વર્ષથી નાસતા ફરતા અપહરણના ગુનામાં બોડેલી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી અલ્પેશભાઈ પ્રવિણભાઈ નાયકા (ઉ.વ.24), રહે. થારકુવા, તા. બોડેલી, જી. છોટાઉદેપુરને શોધી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગુનો IPC કલમ 363, 366, 376(2)(N)(3) અને પોક્સો કલમ 4 અને 6 હેઠળ નોંધાયો હતો, જેમાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે ફરાર રહેવાની ઘટના હતી.
પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. બોડેલી પોલીસ સ્ટેશનના PSI જે.વી. પગી, ASI રમણભાઈ રડતાભાઈ, ASI અનિરૂધ્ધસિંહ અજીતસિંહ અને અ.હે.કો વિજયભાઈ મનહરભાઈની ટીમે સતત તપાસ અને બાતમીના આધારે આરોપી તેમજ ભોગ બનનારને શોધી કાઢી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.