logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભાવનગરમાં Ronin FC-2 MMA સેમિફાઇનલ પૂર્ણ, ફાઈનલ માટે તૈયારીઓ

ભાવનગર : Ronin FC-2 મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) સ્પર્ધાનો સેમિફાઇનલ રાઉન્ડ શહેરના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ સ્પર્ધામાં ભારતભરના ફાઇટર્સે તેમની કાબેલિયત અને ટેકનિકનું પ્રદર્શન કર્યું, જેને કારણે ખેલપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.

આગામી ૯ મેના રોજ યોજાનાર ગ્રાન્ડ ફિનાલેમાં બ્રાઝિલ અને નેપાળના આંતરરાષ્ટ્રીય ફાઇટર્સ તેમજ ભારતના ટોચના MMA ખેલાડીઓ વચ્ચે મુખ્ય ઇવેન્ટ ફાઇટ થશે. આયોજકો દ્વારા વિજેતોને લાખો રૂપિયાના રોકડ ઇનામો આપવામાં આવશે. AIMMAFની માન્યતા ધરાવતી આ સ્પર્ધામાં ખેલાડીઓની સુરક્ષા અને નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું છે. Ronin FCની ટીમે ભાવનગરની જનતાને આ ઐતિહાસિક સ્પર્ધાના સાક્ષી બનવા આમંત્રણ આપ્યું છે.

4
13 views

Comment