logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખારી ઘારીયાલમાં શ્રી રામદેવપીર મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખારી ઘારીયાલ: 08/05/2026 શુક્રવારે ખારી ઘારીયાલ મુકામે શ્રી રામદેવપીર મંદિરનો જીર્ણોદ્ધાર તથા ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસથી શરૂ થયો છે. આભવ્ય પ્રસંગે યજ્ઞમાં આચાર્ય પદે સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવ શ્રી દિવ્યેશ કુમાર ઠાકરે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન કાર્ય કરાવ્યું હતું. મહોત્સવના મુખ્ય યજમાન તરીકે શ્રી ઉત્સવ કુમાર દિનેશભાઈ ધમસીભાઈ દેસાઈએ પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો.

પ્રથમ દિવસે તમામ ભક્તજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી, જે સેવા શ્રી અભેસંગભાઈ જેસંગભાઈ સાંબોડ અને અંકિતભાઈ અભેસંગભાઈ (તલાટી) દ્વારા પૂરી પાડવામાં આવી. ગામના અને આસપાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય "જય બાબારી"ના નાદથી ગુંજી ઉઠ્યું. આગામી બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવની હારમાળા ચાલુ રહેશે.

43
5533 views

Comment