logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

કીમ નગરના પ્રિન્સ મંત્રીએ S.S.C.માં 78% સાથે પ્રેરણાદાયક સફળતા મેળવી

કીમ નગર : કીમ નગરની પી.કે.દેસાઈ વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થી પ્રિન્સ દિલીપભાઈ મંત્રીએ S.S.C. બોર્ડની પરીક્ષામાં 78% ગુણ મેળવ્યા છે. પ્રિન્સ જન્મથી જ Cerebral Palsyથી પીડિત છે અને ચાલવામાં અસમર્થ છે, પરંતુ હિંમત અને ઉત્સાહ સાથે તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે મુળદ ખાતેની તપોવન વિદ્યાલયમાં લહિયાની મદદથી પરીક્ષા આપી હતી.

પ્રિન્સના માતાપિતા અને શાળાના સ્પેશિયલ શિક્ષક જીજ્ઞા પટેલે તેની શિક્ષણ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શાળાના આચાર્ય અમૃતભાઈ વસાવા તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે તેને અભિનંદન પાઠવ્યા છે. આ સફળતા દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે માનવામાં આવી છે.

1
268 views

Comment