logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખારી ઘારીયાલમાં શ્રી સિકોતર અને ભઠીયાણી માતાજીનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખારી ઘારીયાલ : 19/05/2026ના મંગળવારના રોજ ખારી ઘારીયાલ મુકામે શ્રી સિકોતર માતાજી અને શ્રી ભઠીયાણી માતાજીનો પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ ધાર્મિક મહોત્સવનું પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞથી થશે અને માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

મહોત્સવના રાત્રિ સમયે માતાજીની વિશેષ રમેલનું આયોજન રહેશે જેમાં ભક્તો માતાજીના ગુણગાન કરશે. શ્રી સદગુરુ દેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજય માડી (સુરત) ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. જમણવારના મુખ્ય દાતા તરીકે જય માડી (સુરત) પરિવાર સેવા આપી રહ્યો છે. સમગ્ર ગ્રામજનો અને માઈભક્તોમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

26
4452 views

Comment