logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજુલા: ગૌમાતાને રાષ્ટ્રમાતા દરજ્જો આપવા માંગ સાથે રેલી

રાજુલા: ગૌભક્તો અને ગૌરક્ષકો દ્વારા આજરોજ ગૌમાતાને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, સામાજિક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા. તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને મામલતદાર મારફત ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગૌમાતા છે અને તેને રાષ્ટ્રીય સ્તરે સન્માન અને સુરક્ષા મળવી જોઈએ. તેમ જ ગૌહત્યાબંધીના કડક અમલ અને ગૌસંવર્ધન માટે તાત્કાલિક પગલાં ભરવાની સરકારને વિનંતી કરવામાં આવી હતી. રેલી દરમિયાન ગૌભક્તો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને એકતા દર્શાવવામાં આવી હતી.

1
0 views

Comment