logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં ગૌ માતાને 'રાષ્ટ્ર માતા' દરજ્જો આપવા રેલી યોજાઈ

ચાણસ્મા: ગૌ માતાના સન્માન, સેવા અને સંરક્ષણ માટે 'ગૌ સન્માન આહવાન અભિયાન' અંતર્ગત ચાણસ્મા ખાતે વિશાળ કાર્યક્રમ અને રેલી યોજાઈ. ગૌ માતાને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો આપવાની માંગ સાથે ગૌ ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા અને રેલી શરૂ કરીને મામલતદાર કચેરી સુધી પહોંચી. રેલી દરમિયાન નારાઓ અને ઉત્સાહ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.

ખોરસમ અવધેશ આશ્રમના પૂજ્ય રામગિરિ બાપુ અને નર્મદાથી પૂજ્ય ધર્માનંદ મહારાજ ઉપસ્થિત રહ્યા અને આશિર્વચન પાઠવ્યા. રાજકીય અને સામાજિક આગેવાનો જેમ કે નિકુંજ પટેલ, ભાજપ શહેર પ્રમુખ જય પટેલ, મોન્ટુ પટેલ અને અરવિંદભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌ ભક્તો જોડાયા હતા. રેલીના અંતે મામલતદાર શ્રીને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની અને ગૌવંશ સંરક્ષણ માટે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

46
1734 views

Comment