બોડેલીમાં મગ નો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી
છોટા ઉદેપુર
ગુલાબ રાઠવા
છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની સમસ્યામાં અટવાયેલા છે.જેમ કે ટેકાના ભાવ આપવા પૂરતું વળતર મળવું, પાક નિષ્ફળ જાય તો તેની સહાય મળવી, મોધું ખાતર બિયારણ સિંચાઇ માટે પાણી ની સમસ્યા વગેરે કારણોસર ખેડૂત ખેતીથી અળગો થઈ રહ્યો છે પરંતુ કરી તો કરે શું?જેવા સવાલ પેદા થઈ રહ્યા છે.થોડા સમય પહેલા ટેકાના ભાવે મકાઈ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની કામગીરી કરતા તેમાં ચોકક્સ માત્રા તેના કરતા વધારે વેચવી હોય તો ?મકાઈ ખરીદ વેચાણ કેન્દ્ર પર ખરાબ હાલ જોવા મળે તો શું સરકાર આ નિષ્ફળ મગપાક ની નોંધ લે કે પછી પડતા પર પાટું તે તો આવનારો સમય બતાવશે.