કઠલાલ: કોંગ્રેસમાં જોડાયા ભાજપ અને આદમી પાર્ટીના યુવા કાર્યકર્તાઓ
કઠલાલ: કપડવંજ તાલુકાના જિલ્લા પંચાયત ખાતે જીતી ગયેલા અને પરાજિત થયેલા સભ્યો તેમજ કર્મઠ કાર્યકર્તાઓ માટે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અનેક યુવા કાર્યકર્તાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાણા, ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી બિમલભાઈ શાહ, કપડવંજના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુસિંહ ડાભી, મહુધાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ચંદ્રશેખરસિંહ ડાભી, શ્રી સુભાષભાઈ આચાર્ય, શ્રી નટવરસિંહ ઠાકોર, કઠલાલ અને કપડવંજના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ઝાલા, શ્રી રંગીતસિંહ પરમાર તેમજ અન્ય હોદ્દેદારશ્રીઓ અને યુવા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા.