સુરત: એલ.ડી. હાઈસ્કૂલના ધોરણ 10 SSC પરિણામમાં 75.78% સફળતા
સુરત: એલ.ડી. હાઈસ્કૂલ, સચીન દ્વારા ધોરણ 10 SSC બોર્ડ પરીક્ષા – 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શાળાએ કુલ 75.78% સફળતા મેળવી છે. આ પરિણામ શાળાના માટે સારું પ્રદર્શન ગણાય છે.
વિદ્યાર્થિની મૈત્રી જિગ્નેશભાઈ રાવલએ 96.16% ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જે શાળા માટે ગૌરવની વાત છે. શાળાના કુલ 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી પોતાની પ્રતિભા દર્શાવી છે. શાળાના સંચાલકમંડળ, પ્રિન્સિપાલ અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓની મહેનતને વખાણી અને તમામને અભિનંદન પાઠવ્યા છે. માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શનને પણ આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે.
શાળાના વહીવટીતંત્રે આશા વ્યક્ત કરી છે કે ભાવિમાં પણ વિદ્યાર્થીઓ આવી જ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરે અને શાળાનું નામ ઉજ્જવળ કરે.