logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા દ્વારા "શ્રેષ્ઠ સફાઈ કર્મચારી" ઓની પસંદગી

સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરીકોમાં વધુ સભાનતા કેળવવા અને સ્વચ્છતામાં સુરત શહેરને દેશમાં અગ્રેસર બનાવવા માટે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત સફાઇ કર્મચારીઓને પ્રોત્સાહન મળે તેમજ તમામ સફાઇ કર્મચારીઓની કામગીરીમાં સ્પર્ધાત્મકતા ઉભી થાય અને સફાઇની
કામગીરીને વધુ સધન બનાવી શકાય તે હેતુ થી શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓની પંસદગી કરી તેઓને
મિાસક ઘોરણે પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત હાજરીની નિયિમતતા, ગણવેશ (એપ્રન/ હાથમોજા/ બુટ વગેરે)નો નિયિમત રીતે ઉપયોગ, સેફટી ઈક્વિપમેન્ટનો નિયમીત ઉપયોગ, અન્ય સફાઈ કર્મચારીઓ તેમજ સ્ટાફ સાથેની વર્તણુક, સફાઈ પ્રત્યે જાગૃતતા, નાગરીકો સાથે વર્તણુક અને વ્યવહાર, કચરાના વર્ગીકરણ અંગે જાણકારી જેવા પરીબળોને ધ્યાને રાખી દરેક ઈલેક્શન વોર્ડ દીઠ દર માસે એક “શ્રેષ્ઠ સફાઇ કર્મચારી” ઝોન દ્વારાનક્કી કરવામાં આવે છે. આ “શ્રેષ્ઠ સફાઇ કર્મચારી” ઓના ફોટોગ્રાફને પ્રોત્સાહન રૂપે મહાનગરપાલિકા વિસ્તારની ડીજીટલ ડિસ્પ્લે બોર્ડ ઉપર દર્શાવવાનું નિયત કરવામાં આવેલ.
જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાના ઝોનમાં કાર્યરત સફાઈ કર્મચારીઓને દર માસે ઈલેક્શન વોર્ડ દીઠ એક એમ કુલ ૩૦ ઈલેક્શન વોર્ડના ૩૦ સફાઈ કામદારોને ઝોન દ્વારા ઉપરોક્ત પરીબળોને આધારે “શ્રેષ્ઠ સફાઈ કર્મચારી” તરીકે પસંદ કરવામાં આવેલ છે. આમ કુલ ૩૦
ઈલેક્શન વોર્ડના વર્ષ ૨૦૨૫-૨૬ના(૧૨ માસના) કુલ ૩૬૦ જેટલા સફાઈ કર્મચારીઓનેઝોન દ્વારા “શ્રેષ્ઠ સફાઈ કર્મચારી” તરીકે નક્કી કરવામાંઆવેલ છે. આ તમામ “શ્રેષ્ઠ સફાઇ કર્મચારી” ના ફોટોગ્રાફ સુરત મહાનગરપાલિકા સંચાલિત કુલ ૫૮ જેટલીડીજીટલ ડિસ્પ્લે બોર્ડ પરપ્રોત્સાહન રૂપે પ્રદિર્શત કરવામાં આવી રહ્યા છે.

33
1101 views

Comment