logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા હાઈવે પર નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ

ચાણસ્મા : ચાણસ્મા શહેર અને હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી નવીન પોલીસ ચોકીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચોકીનું મુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. વી. પટેલ, પી એસ આઈ બી.એસ. ચોધરી અને પી એસ આઈ વી.એન. પંડ્યા ઉપસ્થિત રહ્યા.

તેમની સાથે પોલીસ સ્ટાફના કર્મચારીઓ, ચાણસ્મા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કથાના યજમાન તરીકે જમાદાર અશોક ભાઈ મહાદેવ ભાઈએ લાભ લીધો હતો. કથાના સમાપન પછી ઉપસ્થિત લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ નવી પોલીસ ચોકી કાર્યરત થવાથી વાહનચાલકોની સુરક્ષામાં વધારો થશે અને ગુનાખોરી અટકાવવામાં પોલીસને મદદ મળશે. સ્થાનિક લોકોએ પોલીસ વિભાગના આ પ્રયાસની પ્રશંસા કરી.

22
2051 views

Comment