logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઓલપાડ: શ્રી ઝેડ. એમ. પટેલ વિદ્યાલયે HSCમાં 100% સફળતા દર્શાવી

ઓલપાડ: ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત લવાછા ગામની શ્રી ઝેડ. એમ. પટેલ વિદ્યાલયે HSC 2026 પરીક્ષામાં 100 ટકા સફળતા હાંસલ કરી શૈક્ષણિક ક્ષેત્રે નવી સિદ્ધિ નોંધાવી છે. શાળાના વિદ્યાર્થીઓએ ટોચનાં ક્રમો મેળવ્યા છે, જેમાં પ્રથમ ક્રમે જીલકુમારી રાકેશભાઈ પટેલે 99.41 PR (648/700) સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય ક્રમે ફેનિકુમારી અરવિંદભાઈ પટેલે 99.27 PR (645/700) અને તૃતિય ક્રમે ઇપ્સી નરેશભાઈ ખલાસીએ 98.98 PR (639/700) સાથે A1 ગ્રેડ મેળવ્યા છે.

શાળાનાં કુલ 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. શ્રી જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળા પરિવારે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષકમંડળના માર્ગદર્શન તથા વાલીઓના સહયોગને આ સિદ્ધિ માટે મુખ્ય કારણ માનવામાં આવ્યું છે.

1
60 views

Comment