છોટાઉદેપુર: જિલ્લા સેવા સદનમાં પીવાના પાણી માટે વલખા
છોટાઉદેપુર:
ગુલાબ રાઠવા
જિલ્લા સેવા સદનમાં રોજ અનેક લોકો પોતાની સેવાઓ માટે આવે છે, પરંતુ ત્યાં પીવાનું પાણી મેળવવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. પાણીની જરૂરિયાતની જગ્યાએ પંપ ઉપલબ્ધ નથી અને જ્યાં પંપ છે ત્યાં તે બંધ છે.
મુકળા જગ્યાએ મુકેલા પાણીના કૂલર ખરાબ હાલતમાં છે અને બહાર લગાવેલી ફિલ્ટર મશીન પણ કાર્યરત નથી. આ કારણે ખાસ કરીને ગરમીમાં લોકો બહુ તકલીફ અનુભવે છે અને સેવા સદનમાં આવનાર લોકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી છે.