
ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વઢવાણ પોલીસ.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્રકુમાર બગડીયા સાહેબની પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવાની સુચનાથી તેમજ શ્રી એચ.પી. દોશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડિવિઝન નાઓના માગૅદશૅન હઠેળ વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન વાધેલા ગામ નજીક પહોંચતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાઘેલા ગામમાં રહેતા દિલીપભાઈ ગોવિંદભાઈ તળપદા કોળી તથા મયુરભાઈ લક્ષ્મણભાઈ રબારી વાળા વાઘેલા ગામ ની ઉગમણી દિશામાં આવેલ ખાણ વિસ્તારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોતાના કબજામાં રાખવી વેચાણ કરતો હોવાની ચોક્કસ હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા સરહદુ જગ્યાએ બે ઈસમો આરોપીઓ દિલીપભાઈ ગોવિંદભાઇ સાપરા જાતે ત. કોળી ઉ.24 મયુરભાઈ લક્ષ્મણભાઈ પઢેરીયા જાતે રબારી ઉ.30 રે.બને વાઘેલા તા.વઢવાણ મળી આવેલ તેઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.1 રીઝવૅ વિસ્કી તથા ઈમ્પીયરલ સુપીરીયલ ગ્રેન વિસ્કી ના કુલ ચપલા નંગ 397 કિં.રૂ.39,700/- તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ સ્ટેગ ડીલક્ષ વિસ્કી બોટલ નંગ 62 કિં.રૂ.18,600/- સહીત એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. 58,300/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી માં રોકાયેલ પોલીસ સ્ટાફના માણસો.
પી.એસ.આઈ ડી ડી ચુડાસમા
શકિતસિંહ ટપુભા
અર્જુનસિંહ દિલીપસિંહ
રવિન્દ્રસિંહ જેમુભા
પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ
મહાવીરસિંહ દેવજીભા
ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ
રોનકભાઈ રામજીભાઈ.