logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભરૂચ: SVMIT એન્જિનિયરિંગમાં 'RHYTHM 2k26' મહોત્સવ ઉજવાયો

ભરૂચ: SVMIT (શ્રી સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ખાતે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ 'RHYTHM 2k26' ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમ ડાયરેક્ટર જે. એમ. પટેલ અને પ્રિન્સિપલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોર્ડિનેટર ડો. દિપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. કોલેજના તમામ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થી કો-ઓર્ડિનેટરો દ્વારા સહકાર મળ્યો હતો.

સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરના સ્પોર્ટ્સ વીક દરમિયાન વિજેતા ખેલાડીઓને પણ મેડલ અને એવોર્ડ્સથી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે ડી.જે. અને ગરબાના તાલે કાર્યક્રમનું ઉત્સાહભર્યું સમાપન થયું.

1
77 views

Comment