રાજુલા: ઘઉંની ટેકા ભાવ ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ
રાજુલા: ભારતીય જનતા પક્ષના મંત્રી રાજેન્દ્રભાઈ ધાકડા અને અન્ય કાર્યકર્તાઓ સાથે રહી રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી અને ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂવાત કરવામાં આવી. ખેડૂતોએ ઘઉંના ટેકા ભાવ (MSP) માટે ફોર્મ ભર્યા હોવા છતાં ખરીદી પ્રક્રિયા શરૂ ન થવાને લીધે ચિંતાનો માહોલ સર્જાયો છે.
ફરિયાદમાં જણાવાયું કે નવી ખેતીની સીઝન શરૂ થવાની છે અને ખેડૂતોને ખેતર તૈયાર કરવા માટે ખાતર-બીજની વ્યવસ્થા તેમજ નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવા જરૂરી છે. ઘઉં ખરીદીમાં વિલંબ થતા ખેડૂત આર્થિક અને માનસિક મુશ્કેલીમાં છે. ડેપ્યુટી કલેક્ટર હીરાલાલ સોલંકીએ આ મુદ્દે ગંભીરતા સાથે તાત્કાલિક કામગીરી શરૂ કરવાની ખાતરી આપી.