logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત : સુમન હાઇસ્કૂલના ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ

સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારોમાં સ્થાપિત ચાર સુમન હાઇસ્કૂલો સહિત કુલ ૨૯ સુમન હાઇસ્કૂલો કાર્યરત છે. આ હાઇસ્કૂલોમાં અદ્યતન ટેકનોલોજી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગોનું શિક્ષણ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧થી શરૂ થયેલા આ વર્ગોમાં માત્ર ચાર વર્ષમાં જ એમ્બીએસસી બોર્ડમાં શાનદાર પરિણામો મળ્યા છે.

માર્ચ ૨૦૨૬માં યોજાયેલી એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કૂલોનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૮.૪૮% અને વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% રહ્યું છે. ખાસ કરીને સુમન હાઇસ્કૂલ નંબર ૨ (વરાછા), ૩ (કતારગામ), ૫ (લિમ્બાયત), ૬ (પાંડેસરા), ૦૯ (કાપોદ્રા), ૧૦ (લિમ્બાયત), ૧૮ (પુણાગામ), અને ૧૯ (ઉત્રાણ)ના પરિણામ ૧૦૦% આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૨.૭૧% અને વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩% છે, જ્યારે સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૪૬% અને વિજ્ઞાન પ્રવાહનું ૮૭.૨૬% છે.

સુમન હાઇસ્કૂલોમાં કુલ ૧૦૨ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. માધ્યમ પ્રમાણે ગુજરાતી માધ્યમનું પરિણામ ૯૭.૮૪%, મરાઠી માધ્યમનું ૯૯.૫૨% અને હિંદી માધ્યમનું ૯૮.૩૭% રહ્યું છે. કુલ મળીને, સુમન હાઇસ્કૂલોના પરિણામો ૯૮.૪૮% છે.

24
665 views

Comment