અમરેલી: 21 વર્ષથી ફરાર આરોપી પકડી પાડવામાં આવ્યો
અમરેલી: નામદાર એડી.ચીફ જયુડી. મેજી. સાહેબની કોર્ટ ધારીના ક્રિમીનલ ટાર્ગેટેડ કેસમાં 21 વર્ષથી ફરાર પકડ વોરંટના આરોપી પોપટભાઈ જીવાભાઈ ચારોલાને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અને ઇનચાર્જ શ્રી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
શ્રી આર.વી.અસારી, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા નાસતા ફરસ્તા આરોપીઓ અને ફરાર કેદીઓ પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. શ્રી સી.પી.વાઘેલા પો.ઈન્સ.સા. એલ.સી.બી. અમરેલીના માર્ગદર્શન હેઠળ એન.જી. સાપરા પો.સબ ઇન્સ. અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના અન્ય અધિકારીઓએ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપીની હકીકત મેળવીને તા. 04/05/2027ના રોજ મોટા સમઢીયાળા, ખાંભા ખાતેથી પકડવા કામગીરી કરી હતી. આરોપીને ધારી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.