logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય, રાજુલામાં ઉજવણી

અમરેલી જિલ્લાનું રાજુલા શહેર: બંગાળમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય મળતા રાજ્યના રાજુલા ખાતે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય હીરા સોલંકીના નેતૃત્વ હેઠળ શહીદ ચોક ખાતે ભાજપના હોદેદારો અને કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી. ફટાકડા ફોડતા અને “જય જય શ્રી રામ”ના નાદ સાથે કાર્યકરોએ જીતનો ઉત્સવ નિમિત્તે ઉત્સાહ વ્યક્ત કર્યો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. લોકોમાં દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

5
260 views

Comment