logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સાણંદમાં ભાજપની ઐતિહાસિક વિજય ઉત્સવ જનસભા યોજાઈ

સાણંદ, અમદાવાદ: અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા ૨/૦૫/૨૦૨૬ના રોજ સાણંદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલી ઐતિહાસિક જીતને ઉજવવા માટે 'વિજય ઉત્સવ જનસભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, ધારાસભ્યો કનુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, હાર્દિકભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ અમુક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ આગામી ૨૦૨૭ની વિધાનસભા અને ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીઓ માટેની રણનીતિ રજૂ કરી.

પરમ પૂજ્ય સંત શ્રી ચૈતન્ય શંભુ મહારાજે વિપક્ષ પર પ્રહાર કર્યો અને ગુજરાતને દેશનું મોડલ રાજ્ય ગણાવ્યો. તેમણે કાર્યકરોને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચીને સેવાકાર્યમાં જોડાવા હાકલ કરી. વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જીતને નૈતિક જવાબદારી ગણાવી અને હારેલી બેઠકોની સમીક્ષા કરીને વધુ મજબૂતી સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવીને કાર્યકરોનું મનોબળ વધાર્યું.

4
78 views

Comment