ચાણસ્મામાં 101 કિલો કેરીનો ગોગા મહારાજને મનોરથ
ચાણસ્મા| વૈશાખ પૂર્ણિમાના પાવન અવસરે 1200 વર્ષ જૂના શેષનારાયણ ગોગા મહારાજના મંદિરમાં ખાસ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. ગોગા મહારાજ પરિવાર દ્વારા 101 કિલો મીઠી મધુરી કેરીનો મનોરથ કરવામાં આવ્યો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
આ પ્રસંગમાં ભક્તો દ્વારા મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી, દર્શન અને પ્રસાદનો લાભ લીધો. આ આયોજન દ્વારા ધાર્મિક માહોલ સર્જાયો અને ભક્તોએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.