logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર

ઓલપાડ તાલુકાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26 ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ આજરોજ તા. 02/05/2026 નાં રોજ શાળા કક્ષાએ જાહેર કરવામાં આવ્યું. જે અંતર્ગત સવારે શાળાઓમાં સવારે 8:00 થી 11:00 કલાક દરમિયાન શાળાનાં આચાર્ય તથા શિક્ષકો દ્વારા બાળકોને ગુણપત્રક સાથે પ્રગતિપત્રક એનાયત કરવામાં આવ્યા હતાં. શિક્ષણ વિભાગનાં પરિપત્ર મુજબ શાળાઓમાં ઉનાળુ વેકેશન 4 મે 2026 થી શરૂ થશે અને 7 જૂન 2026 નાં રોજ પૂર્ણ થશે. કુલ 35 દિવસનાં વેકેશન બાદ શાળાઓ 8 જૂન 2026 ને સોમવારનાં રોજ રાબેતા મુજબ ખુલશે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ

2
0 views

Comment