બ્રેકિંગ ન્યૂઝ: નસવાડી લૂંટ વિથ મર્ડર કેસમાં બે આરોપીઓ પોલીસ સકંજામાં,
નસવાડી પોલીસે ગણતરીના દિવસોમાં વણઉકેલાયેલ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ગઢબોરીયાદ હત્યાકાંડ: ૭૫ વર્ષીય વૃદ્ધાની હત્યા કરી ચાંદીના કડલા લૂંટનાર બે શખ્સો ઝડપાયા.
મુખ્ય આરોપી દેવામાં હતો: ઈકો ગાડીના હપ્તા બાકી હોવાથી રણજીત ઉર્ફે રંગો અને તેના સાથી વિપુલે મળીને હત્યા કરી હોવાની કબૂલાત.
મુદ્દામાલ કબજે: પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦/- ની કિંમતના ચાંદીના કડલા રિકવર કર્યા.
પોલીસની સફળતા: છોટાઉદેપુર LCB અને નસવાડી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. રણજીતભાઈ ઉર્ફે રંગો વિનુભાઈ ભીલ (રહે. ધોળીકોતરડી)
૨. વિપુલભાઈ ઉર્ફે વિકો કચરાભાઈ ભીલ (રહે. ખડકીયા)