logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ ખાતે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ

પર્યાવરણની જાળવણી તથા કચરાનાં વ્યવસ્થાપન હેતુસર બેઇલ કંપનીનાં સહયોગથી સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ, અંકલેશ્વર ખાતે કંપોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ સમાજસેવિકા મીરાંબેન પંજવાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. શાળા સંકુલનાં રસોઈ ઘર તથા બગીચાનાં કચરાનું કમ્પોસ્ટિંગ ખાતર બનાવવાનાં હેતુસર સ્થાપિત આ પ્લાન્ટમાં જૈવિક ખાતર બનાવવામાં આવશે. પ્લાન્ટનાં લોકાર્પણ પ્રસંગે બીલ કંપનીનાં વાઈસ પ્રેસિડન્ટ અતુલ અગ્રવાલ, અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટનાં ઉપપ્રમુખ હરીશ જોષી, મંત્રી ડો. મહેન્દ્ર પંચાલ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પબ્લિક ઈમેજ ચેર તથા શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, ચેતન શાહ, ડો. રેખા પંચાલ, પ્રોજેક્ટ ઓફિસર પ્રાચી પટેલ, હર્ષ શાહ, શાળા સંકુલનાં આચાર્યશ્રીઓ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે હરીશ જોશી અને ડો. મહેન્દ્ર પંચાલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આભારદર્શન મિલેન્દ્ર કેસરોલાએ કર્યું હતું.

4
36 views

Comment