logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચોર્યાસી તાલુકામાં ભાજપનો પ્રભુત્વ, સંદીપભાઈ દેસાઈનો દબદબો સ્પષ્ટ

ચોર્યાસી તાલુકામાં ભાજપનો પ્રભુત્વ, સંદીપભાઈ દેસાઈનો દબદબો સ્પષ્ટ
સુરત:
ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતના ચોર્યાસી તાલુકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. કુલ 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપે વિજય મેળવી પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે.
આ જીત માટે ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ તથા તેમની સમગ્ર ટીમના સુવ્યવસ્થિત આયોજન અને સતત મહેનતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓએ મજબૂત રીતે મેદાનમાં કામ કરી જીત સુનિશ્ચિત કરી છે.
જ્યારે બે બેઠકો પર થયેલી હાર અંગે પક્ષ દ્વારા આત્મમંથન શરૂ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં વધુ સારા પરિણામ મેળવી શકાય.
શ્રી સંદીપભાઈ દેસાઈ એક અનુભવી, દીર્ઘદ્રષ્ટિ ધરાવતા અને લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. તેઓ સામાન્ય નાગરિકોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી તેના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

81
4746 views

Comment