logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ખોરસમ ડેલિગેટ બેઠક પર ઠાકોર પિન્કીબેન ગોવિંદજીનો ભવ્ય વિજય: મતદારોનો માન્યો આભાર.......

ખોરસમ ડેલિગેટ બેઠક પર ઠાકોર પિન્કીબેન ગોવિંદજીનો ભવ્ય વિજય: મતદારોનો માન્યો આભાર.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખોરસમ ડેલિગેટ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઠાકોર પિન્કીબેન ગોવિંદજીએ શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત બાદ તેમણે મતદારોનો રૂબરૂ મુલાકાત કરી આભાર વ્યક્ત કર્યો હતો.પોતાની જીતને જનતાના વિશ્વાસની જીત ગણાવતા પિન્કીબેને જણાવ્યું હતું કે, "ખોરસમ, સીટ વિસ્તારની જનતાએ મારા પર જે ભરોસો મૂક્યો છે, તે બદલ હું તમામ મતદારો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિજય એ મારા એકલાનો નથી, પરંતુ સમગ્ર ખોરસમ વિસ્તારના તમામ મતદારનો વિજય છે."
વિકાસના કામોને અપાશે પ્રાધાન્ય
વિજયી થયા બાદ તેમણે વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય,ગટર અને માળખાગત સુવિધાઓ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ તેમની પ્રાથમિકતા રહેશે. ઠાકોર પિન્કીબેનની આ જીતથી તેમના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ફૂલહાર અને મીઠાઈ વહેંચીને આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

32
1480 views

Comment