logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કંબોઈમાં કોંગ્રેસનો પંજો ચાલ્યો: રેખાબેન નિમેષકુમાર પરમારની ભવ્ય જીત....

ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કંબોઈમાં કોંગ્રેસનો પંજો ચાલ્યો: રેખાબેન નિમેષકુમાર પરમારની ભવ્ય જીત થઈ હતી.તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં ચાણસ્મા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના રસાકસીભર્યા પરિણામો જાહેર થયા છે, જેમાં કંબોઈ ડેલિગેટ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન નિમેષકુમાર પરમારનો ભવ્ય વિજય થયો છે.
કંબોઈ બેઠક પરના પરિણામો મુજબ, કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન નિમેશકુમાર પરમારે કુલ ૧૧૪૨ મતો પ્રાપ્ત કરીને વિરોધી ઉમેદવારો સામે વિજય મેળવ્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ કંબોઈ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વિજયી ઉમેદવારનું ફૂલહાર અને ગુલાલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ચાણસ્મા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૬ બેઠકો પર જીત મેળવી છે. ભાજપની બહુમતી હોવા છતાં, કંબોઈ જેવી મહત્વની બેઠક પર કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખીને મજબૂત પકડ સાબિત કરી છે. ઉમેદવાર રેખાબેન પરમારે સમગ્ર મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

14
768 views

Comment