logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત / ગાંધીનગર : BJP rules in all the municipal corporations of Gujarat

Gujaratની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન, નગરપાલિકાઓમાં પણ વિજયકૂચ જારીગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યભરમાં પ્રચંડ જીત મેળવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભગવો લહેરાયો છે.
ગત 26 એપ્રિલે થયેલા 57 ટકા મતદાન બાદ આજે(28 એપ્રિલ) આવેલા પરિણામોમાં તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે 'ક્લીન સ્વીપ' કરીને વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે. નગરપાલિકાઓના પરિણામોમાં પણ ભાજપે વિજયી કૂચ જાળવી રાખી છે. 84 નગરપાલિકાઓમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે મોટાભાગની નગરપાલિકાઓ પર કબજો જમાવ્યો છે.

મહાનગરપાલિકાની આ બેઠકો પર ભાજપની ક્લીન સ્વીપ
ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો અનેક મહાનગરપાલિકાઓમાં ભાજપે વિપક્ષને એક પણ બેઠક જીતવા દીધી નથી. મોરબી, પોરબંદર, મહાનગરપાલિકામાં ભાજપે તમામ 52-52 બેઠકો પર વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેવી જ રીતે નડીયાદમાં પણ તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગરમાં 52 માંથી 51 બેઠકો અને નવસારીમાં 52માંથી 50 બેઠકો જીતીને ભાજપે વિપક્ષના સૂપડાં સાફ કરી દીધા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આ પરિણામો રકાસ સમાન સાબિત થયા છે, જ્યાં મોટાભાગની પાલિકાઓમાં વિપક્ષને બે આંકડા સુધી પહોંચવામાં પણ ફાંફા પડ્યા છે.

અન્ય બેઠકો પર પણ ભાજપની સ્પષ્ટ બહુમતી
રાજ્યના મોટા શહેરોમાં પણ ભાજપનો વિજય રથ અવિરત રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી 158 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસ માત્ર 32 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સુરતમાં 120માંથી 115 બેઠકો ભાજપે જીતી છે. આ ઉપરાંત રાજકોટ (65 બેઠકો), વડોદરા (67 બેઠકો) અને જામનગર (59 બેઠકો)માં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે.

બિનહરીફ બેઠકોનો દબદબો
કુલ 1044 બેઠકોમાં જોવા મળ્યું છે કે 43 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સૌથી વધુ બિનહરીફ બેઠકો કરમસદ-આણંદ (12) અને પોરબંદર (11)માં જોવા મળી છે. કુલ 1001 ચૂંટાયેલી બેઠકોમાંથી 894 બેઠકો સાથે ભાજપ મોખરે છે, જ્યારે કોંગ્રેસ માત્ર 95 બેઠકો મેળવી શકી છે. અપક્ષ અને અન્ય ફાળે માત્ર 12 બેઠકો આવી છે.

વિપક્ષનું નબળું પ્રદર્શન અને અન્યની સ્થિતિ
ગાંધીધામ અને વાપી જેવી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસે 11-11 બેઠકો મેળવીને થોડો સંઘર્ષ બતાવ્યો છે, પરંતુ તે સત્તા મેળવવા માટે અપૂરતો છે. જામનગર અને સુરત જેવી બેઠકો પર 'અન્ય' પક્ષોએ 2 થી 5 બેઠકો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારો માત્ર કરમસદ-આણંદ અને વડોદરામાં 1-1 બેઠક જીતવામાં સફળ રહ્યા છે. આ ચૂંટણી પરિણામોએ ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત કરી છે અને વિપક્ષ માટે આત્મમંથનનો સમય લાવી દીધો છે.

0
0 views

Comment