logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં 'કમળ' ખીલ્યું, તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, ૧૮બેઠકો માંથી ૧૨ બેઠકો પર કબજો.

ચાણસ્મામાં 'કમળ' ખીલ્યું, તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, ૧૮બેઠકો માંથી ૧૨ બેઠકો પર કબજો.

ચાણસ્મા તાલુકામાં કેસરિયો લહેરાયો...

પાટણ જિલ્લાની ચાણસ્મા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની સત્તા જાળવી રાખી છે. ચાણસ્મા જિલ્લા પંચાયત ની ૩ બેઠકોમાં રસાકસી જામી હતી. જેમા ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખી ૨ બેઠકો પર વિજય મેળવ્યો છે.જયારે ૧ બેઠક કોંગ્રેસે કબજે કરી છે. ચાણસ્મા તાલુકાની કુલ ૧૮ બેઠકો માટે યોજાયેલી આ જંગમાં મતદારોએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપે શાનદાર પ્રદર્શન કરતા ૧૨ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસને માત્ર ૬ બેઠકો પર જીત મળી છે. આમ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતનું સુકાન પોતાના હસ્તક રાખ્યું છે.
પરિણામો જાહેર થતાંની સાથે જ ભાજપના કાર્યકરો અને વિજેતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાણસ્મા ખાતે વિજયી ઉમેદવારોનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ આ જીતને વિકાસના કાર્યોની જીત ગણાવી હતી. બીજી તરફ કોંગ્રેસને આશા કરતા ઓછી બેઠકો મળતા પક્ષમાં મંથન શરૂ થયું છે.

ચાણસ્મા તાલુકા પંચાયત ચૂંટણી ના વિજેતા ઉમેદવારો:-
(૧) બ્રાહ્મણવાડા - જશીબેન દિનેશજી ઠાકોર ભાજપ, મળેલ મત- ૧૯૮૦ મત
(૨) દેલમાલ - વાહજીભાઇ મફાભાઇ સોલંકી કોંગ્રેસ - ૧૮૯૬ મત
(૩) ધાણોધરડા -શિલ્પાબેન રમેશભાઈ પટેલ ભાજપ - ૧૭૮૬ મત
(૪) ધિણોજ -૧ કાર્તિકાબેન ભરતકુમાર ચૌધરી ભાજપ - ૨૫૯૯ મત
(૫) ધિણોજ -૨ રિધ્ધિબેન સાગરભાઇ દેસાઇ ભાજપ - ૨૩૯૩ મત
(૬) જીતોડા - જશીબેન પ્રહલાદજી ઠાકોર ભાજપ- ૧૩૫૪ મત
(૭) કંબોઇ - રેખાબેન નિમેશકુમાર પરમાર કોંગ્રેસ - ૧૧૪૨ મત
(૮) કેશણી - મનિષાબેન રમેશભાઈ પ્રજાપતિ ભાજપ- ૧૭૧૭ મત
(૯) ખારીઘારીયાલ - નીલમ દિનેશભાઇ દેસાઇ કોંગ્રેસ -૧૯૨૨ મત
(૧૦) ખોરસમ - પિન્કીબેન ગોવિંદજી ઠાકોર કોંગ્રેસ- ૧૭૧૬ મત
(૧૧) લણવા- પૂજાબેન ભાર્ગવકુમાર પટેલ ભાજપ - ૨૭૬૦ મત
(૧૨) મીઠીઘારીયાલ - આરતીબેન કલ્પેજી ઠાકોર કોંગ્રેસ- ૨૦૭૦ મત
(૧૩) પીપળ- કૃણાલ અરતભાઇ દેસાઇ ભાજપ- ૨૧૪૯ મત
(૧૪) રણાસણ- રમીલાબેન જયંતિભાઇ પટેલ ભાજપ -૨૦૦૫ મત
(૧૫) સુણસર- મુકેશજી વિનુજી ઝાલા ભાજપ-૩૦૪૫ મત
(૧૬) ટાકોદી-ગોપાલજી બિજલજી ઠાકોર કોંગ્રેસ - ૨૨૫૭ મત
(૧૭) વડાવલી- જીતેન્દ્રસિંહ જીવણજી ચાવડા-ભાજપ -૨૨૫૬ મત
(૧૮) ઝીલીયા-ગીતાબેન મનુભાઇ પટેલ ભાજપ-૧૬૪૭ મત

ચાણસ્મા જિલ્લા પંચાયત ચૂંટણી ના વિજેતા ઉમેદવારો:-
(૧) ધિણોજ - ભાવિક કુમાર હર્ષદભાઈ પટેલ ભાજપ-૧૧૧૯૦ મત મળ્યા
(૨) કંબોઇ - રામીબેન અભુજી ઠાકોર કોંગ્રેસ - ૯૮૦૨ મત મળ્યા
(૩) વડાવલી - ચેતનાબેન ઉપેન્દ્રભાઇ પટેલ ભાજપ -૧૨૪૧૪ મત મળ્યા

મુકેશ પિત્રોડા ચાણસ્મા

6
658 views

Comment