logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજુલા ટાઉન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી રાજુલા પોલીસ


રાજુલા ટાઉન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી,ચોરીમાં ગયેલ રોકડ રકમ રૂ.૯૫,૦૦૦/- તથા મોબાઇલ ચાર્જર સહિત કુલ રૂ.૯૬,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી તમામ મુદામાલ રીકવર કરતી રાજુલા પોલીસ ટીમ.
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવાં પામેલ મિલ્કત સંબધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ,
ગઇ તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ આ કામના ફરીયાદી બપોરના આશરે પોણા એકાદ વાગ્યે રાજુલા તત્વ જયોતિ વિસ્તારમાં આવેલ પોતાના રહેણાંક મકાનેથી રાજુલા બસ સ્ટેશન પાસે જમવાં ગયેલ અને જમીને પરત બે વાગ્યે આવતા આ સમય દરમ્યાન ફરી.ના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે ગે.કા પ્રવેશ કરી, ફરીયાદીના રહેણાંક મકાનની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનના હોલમાં રાખેલ થેલામાંથી રોકડા રૂ.૯૫,૦૦૦/- તથા આઇફોન મોબાઇલના બે ચાર્જર સહિત કુલ રૂ.૯૬,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી ગુનો કરેલ હોય જે બાબતે ફરી.શ્રીએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૩૪૯/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(એ),૩૩૧(૧) મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હતો.
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના મ્હે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓની ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ અંગે ચોકકસ બાતમી મેળવી ઉપરોકત ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડી ફરીયાદીનો ચોરી થયેલ મુદામાલ તેઓને પરત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાં રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્રારા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજુલા તત્વ જયોતિ વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ ઇસમોને પકડી પાડી, મજકુર ત્રણેય ઇસમોની સઘન પુછપુરછ કરતાં ત્રણેય ઇસમોએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) મહેશ ઉર્ફે ’’ વાલુ ’’ હિતેશભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો.પ્રા.નોકરી રહે.રાજુલા તત્વ જયોતિ વિસ્તાર તા.રાજુલા
(૨) સાગર ઉર્ફે ’’ રાણો ’’ જગુભાઇ માળી ઉ.વ.૨૦ ધંધો.મચ્છીમારી રહે.રાજુલા બીડી કામદાર સોસા.તા.રાજુલા જિ.અમરેલી
(૩) સત્યજિત ઉર્ફે ’’ સતુ ’’ જગુભાઇ ધાખડા ઉ.વ.૨૧ ધંધો.ખેતી રહે.રાજુલા ગઢની રાંગ તા.રાજુલા જિ.અમરેલી
આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ-
રોકડા રૂ.૯૫,૦૦૦/- તથા આઇફોન કંપનીના બે મોબાઇલ ચાર્જર કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૬,૦૦૦/- નો મુદામાલ
પકડાયેલ આરોપી મહેશ ઉર્ફે ’વાલુ’ હિતેશભાઇ સોલંકી રહે.રાજુલાનો ગુનાહિત ઇતિહાસ-
પીપાવાવ મરીન પો.સ્ટે ચેપ્ટર કેસ નં.૧૫/૨૦૨૫ બી.એન.એસ.એસ કલમ ૧૨૮ મુજબ
પકડાયેલ આરોપી સાગર ઉર્ફે ’રાણો’ જગુભાઇ માળી રહે.રાજુલાનો ગુનાહિત ઇતિહાસ-
(૧) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૩૯૭ જુગારધારા કલમ ૧૨ મુજબ
(૨) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૫૭૬ જુગારધારા કલમ ૧૨ મુજબ
(૩) રાજુલા પો.સ્ટે ચેપ્ટર કેસ નં.૦૧૨૫/૨૦૨૧ સી.આર.પી.સી કલમ ૧૦૯ મુજબ
(૪) રાજુલા પો.સ્ટે ચેપ્ટર કેસ નં.૦૩૩૧/૨૦૨૨ સી.આર.પી.સી કલમ ૧૧૦ મુજબ
(૫) રાજુલા પો.સ્ટે ચેપ્ટર કેસ નં.૦૩૬૬/૨૦૨૪ સી.આર.પી.સી કલમ ૧૧૦ મુજબ
(૬) ઉના પો.સ્ટે જિ.ગીર સોમનાથ ચેપ્ટર કેસ નં.૦૦૨૪/૨૦૧૮ સી.આર.પી.સી કલમ ૧૦૯ મુજબ
પકડાયેલ આરોપી સત્યજિત ઉર્ફે ’સતુ’ જગુભાઇ ધાખડા રહે.રાજુલાનો ગુનાહિત ઇતિહાસ-
પીપાવાવ મરીન પો.સ્ટે ચેપ્ટર કેસ નં.૧૪/૨૦૨૫ બી.એન.એસ.એસ કલમ ૧૨૮ મુજબ
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એસ.બી.જાની સાહેબ તથા ટાઉન બીટ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાઇ વાળા, સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ, બહાદુરભાઇ દાનાભાઇ વાળા, તથા હેઙ.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર, સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા, પ્રકાશભાઇ શામજીભાઇ બાંભણીયા, મનુભાઇ રામભાઇ માંગાણી, હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા, શંભુભાઇ લાભુભાઇ વાઘેલા દ્રારા કરવામાં આવેલ છે.

0
66 views

Comment