logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ જનાદેશ, ભાજપે બમ્પર સીટો હાંસલ કરી.

ગુજરાત રાજ્યમાં ૨૦૨૬ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. તમામ ૧૫ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મોટાભાગના ભાગોમાં પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં શાનદાર જીત મેળવી છે. સુરત મહાનગરપાલિકામાં સુરત શહેરની જનતાનો ભાજપને સ્પષ્ટ જનાદેશ. સુરત મહાનગરપાલિકામાં ભાજપે ૧૨૦ બેઠકોમાંથી ૧૧૫ બેઠકો કબજે કરી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો નબળો દેખાવ ૪ બેઠક પર જ સમેટાઈ ગઈ. જ્યારે ગત ટર્મમાં સુરત મનપામાં ૨૦૨૧માં AAP ની ૨૭ બેઠકો હતી. સુરત મહાનગરપાલિકાના મેયરપદ મેળવવાનો આમ આદમી પાર્ટીનો દાવો પોકળ સાબિત થયો છે. મનપામાં કોંગ્રેસનો પ્રવેશ વોર્ડ નંબર ૧૨માં ૧ બેઠક કોંગ્રેસે મેળવી. જ્યારે સુરત જિલ્લા પંચાયતમાં પણ ભાજપની સુનામી. સુરત જિલ્લા પંચાયતમાં પણ ભાજપને સ્પષ્ટ જનાદેશ. હજુ ચૂંટણી પંચ દ્વારા પરિણામ તેમજ સત્તાવાર આંકડાઓ જાહેર કરવાના બાકી છે. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ભાજપને મળેલી ભવ્ય જીત અંગે હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વંદેમાતરમ ના નારા સાથે ઉજવણી થઈ રહી છે.

31
2808 views

Comment