સુરતના ગંગાધરા ખાતે
શ્રી ચરોત્તરીયા લેઉવા પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ ગંગાધરા દ્વારા દિનાંક 25/04/2026ના રોજ કુળદેવી શ્રી કલેશ્વરી માતાનો પાટોત્સવ આનંદો
સુરતના ગંગાધરા ખાતે
શ્રી ચરોત્તરીયા લેઉવા પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ ગંગાધરા દ્વારા દિનાંક 25/04/2026ના રોજ કુળદેવી શ્રી કલેશ્વરી માતાનો પાટોત્સવ આનંદોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. સવારથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પાટોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે સમાજના યુવાનો, વૃદ્ધો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક પૂજામાં ભાગ લીધો હતો.
પુજાવિધી પૂર્ણ થયા બાદ સમાજના અગ્રણીશ્રી હસુકાકા દ્વારા સેવા સમાજ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ માટે સહાય, ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતગમત પ્રવૃત્તિઓ તેમજ વિધવા બહેનો માટે અનાજ કિટ વિતરણ જેવી સેવાકીય કામગીરીનો સમાવેશ થાય છે.
અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટને સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.