ચાણસ્મામાં જીવદયાનો અનોખો સંગમ: ગાય માતાઓને ૨૦૦૦ કિલો તડબૂચનું કરાયું અર્પણ"......
ચાણસ્મામાં જીવદયાનો અનોખો સંગમ: ગાય માતાઓને ૨૦૦૦ કિલો તડબૂચનું કરાયું અર્પણ"......
ગૌ સેવા અને અબોલ જીવો પ્રત્યેની સંવેદના સાથે ચાણસ્માના જીવદયા પ્રેમીઓએ એક પ્રશંસનીય પહેલ કરી છે. જય ગૌ માતા તથા અબોલ જીવોના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ અને SIP જીવદયા પરિવાર, ચાણસ્મા દ્વારા ભીષણ ગરમીમાં પશુઓને ઠંડક આપવા માટે ૨૦૦૦ કિલો તડબૂચ ખવડાવવાનો સેવા યજ્ઞ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ચાણસ્મા ગામમાં રખડતી ગાયો તેમજ જીલીયા ગાંધી આશ્રમ ખાતે રહેલી ગાય માતાઓને તડબૂચ ખવડાવી તૃપ્ત કરવામાં આવી હતી. આ ઉમદા કાર્ય દ્વારા પશુઓની ભૂખ અને તરસ છિપાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સેવા કાર્ય દરમિયાન આયોજકો દ્વારા પદ્મશ્રી માલજીભાઈ દેસાઈની પણ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ યુવાનો દ્વારા કરવામાં આવતી આ જીવદયાની પ્રવૃત્તિને બિરદાવી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા.
ચાણસ્માના યુવાનો અને SIP જીવદયા પરિવારની આ કામગીરીને સમગ્ર પંથકમાં પ્રશંસા મળી રહી છે. અબોલ જીવો માટેની આ નિઃસ્વાર્થ સેવા અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા