ભાવનગર માં એકેડેમી ઓફ પિડીયા ટ્રિકસ દ્વારા *PACE* મોડયુલ (Pneumonia Assessment, Care, Education) અંગે ની તાલીમ આપતો CME કાર્યક્રમ યોજાયો”
FB.14/April.26/2026 :
📍 ભાવનગર, તા. 26/04/2026
“બાળકોમાં ન્યુમોનિયા અંગે જાગૃતિ અને આધુનિક સારવાર માટે ભાવનગર માં એકેડેમી ઓફ પિડીયા ટ્રિકસ દ્વારા *PACE* મોડયુલ (Pneumonia Assessment, Care, Education) અંગે ની તાલીમ આપતો CME કાર્યક્રમ યોજાયો”
બાળકોમાં થતો ન્યુમોનિયા (Pneumonia) વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. World Health Organization મુજબ દર વર્ષે વિશ્વમાં આશરે 7 લાખ જેટલા બાળકોના મૃત્યુ ન્યુમોનિયા કારણે થાય છે, જેમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર છે.
આ ગંભીર પરંતુ સારવારયોગ્ય રોગ અંગે તબીબોમાં વધુ જાગૃતિ અને અપડેટેડ સારવાર માટે ભાવનગર ખાતે એક મહત્વપૂર્ણ CME (Continuing Medical Education) કાર્યક્રમ યોજાયો હતો.
🔍 ન્યુમોનિયા – સંક્ષિપ્ત માહિતી
ન્યુમોનિયા એ ફેફસાંમાં થતો ચેપ છે, જેમાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી શ્વાસ, છાતી અંદર ખેંચાવું અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે. સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી આ રોગમાં મૃત્યુદર ઘટાડવો શક્ય છે.
👩⚕️ કાર્યક્રમમાં વિશેષ હાજરી અને તાલીમ માટે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનાં 45થી વધુ બાળ આરોગ્ય તજજ્ઞ તબીબોએ આ CMEમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ મોડયુલ માં તાલીમ આપવા માટે ડો. અંજલિકા મહેતા (અમદાવાદ), ડો. દિવ્યાંગ પટેલ (મહેસાણા) અને ડો. શિશિર કાનક્રેય (પુણે) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ Central Indian Academy of Pediatrics (CIAP) તરફથી આવ્યા હતા.
આ PACE મોડ્યુલ ના સફળ આયોજન માટે Central Indian Academy of Pediatrics ના રાષ્ટ્રીય પ્રમુખ ડો.નીલમ મોહન (દિલ્લી), ગુજરાત Academy of Pediatrics Gujarat ના પ્રમુખ ડો. ઝંખના સંઘવી (રાજકોટ), સેક્રેટરી ડો. નેહલ પટેલ (અમદાવાદ), વેસ્ટ ઝોન ઉપપ્રમુખ ડો. સંદીપ ત્રિવેદી (ઈડર) તથા નેશનલ જોઈન્ટ કોર્ડિનેટર ડો. જીતેન્દ્ર ગવહાણે (મુંબઈ), ડો. રશ્મિન સેસીલ (આણંદ) દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
🤝 ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફ થી આ CME ને 2 ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા અને ભાવનગર ના સિનિયર અને ખૂબજ જાણીતા તબીબ ડો. મનસુખ આર કાનાણી આ કાર્યક્રમમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફ થી તેમના પ્રતિનિધિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
🤝 આયોજનમાં સહયોગ
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર Indian Academy of Pediatrics Bhavnagar Branch ના પ્રમુખ ડો.મેહુલ મનસુખપરી ગોસાઈ, ઉપપ્રમુખ ડો.હરદેવસિંહ મોરી, સેક્રેટરી ડો. હિનલ ગુજરાતી, ઉપ સેક્રેટરી ડો. આરાધનાબા ગોહિલ, ટ્રેઝરર ડો.ભૂષિત ગઢિયા, તેમજ મહિલા પાંખના પ્રમુખ ડો. ડિમ્પલ શ્રીધરાણી સાથે ડો.ઝેન અલી મર્ચન્ટ, ડો.પાયલ કાકરવાલ, ડો.પ્રિયંકા દેહૂરી અને ડો. નિકુંજ કારંગીયાએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
💬 વિશેષજ્ઞનો અભિપ્રાય (Quote)
“બાળકોમાં ન્યુમોનિયા એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે રોકી શકાય અને સારવારયોગ્ય રોગ છે. માતા-પિતાએ જો બાળકમાં ઝડપી શ્વાસ, છાતી અંદર ખેંચાવું કે ખાવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં કે આપના બાળ આરોગ્ય નિષ્ણાંત તબીબો સંપર્ક કરવો જોઈએ જેથી આવા બાળકો ની સમયસર સારવાર થઈ શકે”
🏥 સ્થાનિક આરોગ્ય સેવાઓની ભૂમિકા
ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે સર ટી. હોસ્પિટલ ના બાળ આરોગ્ય વિભાગ ખાતે આધુનિક NICU/PICU સુવિધા સાથે ન્યુમોનિયાના દર્દીઓની સમયસર અને અસરકારક સારવાર કરવામાં આવી રહી છે, જેના કારણે બાળમૃત્યુદર ઘટાડવામાં પણ નોંધપાત્ર સફળતા મળી રહી છે.
✅ જાગૃતિ સંદેશ
👉 “સમયસર ઓળખ – યોગ્ય સારવાર – સંપૂર્ણ રસીકરણ = ન્યુમોનિયા સામે જીત”
- ડૉ. મેહુલ એમ. ગોસાઈ
પ્રોફેસર અને વડા, બાળરોગ વિભાગ
સર ટી. જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર