અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેટમાં આગ
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયરની ટીમોએ હાલમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ અનેક લોકોને રેસ્ક્યુ કર્યા છે.