logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

જગદીશ ત્રિવેદીના અમેરીકાના એક જ કાર્યક્રમમાં ટીંબીની હોસ્પિટલને એક કરોડ રૂપિયાનું દાન*

*જગદીશ ત્રિવેદીના અમેરીકાના એક જ કાર્યક્રમમાં ટીંબીની હોસ્પિટલને એક કરોડ રૂપિયાનું દાન*
———————————————
તા.૨૬/૪/૨૬ રવિવારની સાંજે અમેરીકા ન્યુ જર્સી રાજ્યમાં સુરજ આથમતો હતો પણ ગુજરાતના કચ્છ અનેક જરુરીયાતમંદ લોકો માટે જાણે સુખનો સુરજ ઉગતો હતો.
પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે છે ત્યારે ન્યુ જર્સી રાજ્યના બેલવિલ ગામમાં ઓમ મંદિરના હોલમાં ડો. મહેશ લીંબાણી, ડો. નટુભાઈ રાજપરા, નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક બરવાળીયા અને ધર્મેશ સુહાગીયાએ સાથે મળી નિર્દોષાનંદજી હોસ્પિટલ માટે એમનો કાર્યક્રમ રાખ્યો હતો.
જેમાં વિનોદ શુક્લ નામના એક ભૂદેવે ૩૬,૦૦૦ ડોલર, જય ધડૂક જેમણે ધ્રાંગધ્રા પૂજ્ય રામસ્વામીના ગુરુકુળની હોસ્પિટલ એકલાએ બનાવી આપી છે એમના ૩૦,૦૦૦ ડોલર તથા ડો. મહેશ લીંબાણીના ૧૦,૦૦૦ ડોલર તેમજ બીજા દર્શકોના નાની રકમના દાન મળીને કુલ એક લાખ ડોલર જેવું દાન એકત્ર થયું હતું જે ભારતના આશરે એક કરોડ રૂપિયા થાય.
આ પ્રસંગે મુની સેવા આશ્રમના ડો. વિક્રમ પટેલ તેમજ ન્યુયોર્કના ડો. યોગેન્દ્ર પટેલ તેમજ બાલ્ટીમોરના બકુલ વિરડીયા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

0
0 views

Comment