લીંગડ ગામે NH-53 પર નવા જીઓ પંપનું ભવ્ય ઉદ્ઘાટન, સ્થાનિકોમાં આનંદનો માહોલ
સુરત, તા. 23 એપ્રિલ 2026:
સુરત જિલ્લાના લીંગડ ગામની હદમાં આવેલ NH-53 પર નવા જીઓ પંપનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકતાણાના સામાજિક કાર્યકર્તા તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય નેતા શ્રી જતીનભાઈ દેસાઈ તેમજ તેમના ભાગીદારો શ્રી પ્રદીપસિંહ અને શ્રી પ્રતીકસિંહ, તથા Reliance Jioના દક્ષિણ ગુજરાતના હેડ શ્રી આનંદ બાજપાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા પંપના પ્રારંભથી વિસ્તારમાં ઇંધણની સુવિધા વધુ સરળ અને સુલભ બનશે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
શ્રી જતીનભાઈ દેસાઈના મિલનસાર અને સહજ સ્વભાવને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.