logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરતના લીંગડ ખાતે NH-53 પર જીઓ પંપનું ભવ્ય ઉદ્ઘાટન, મોટી સંખ્યામાં લોકો હાજર

સુરત, તા. 23 એપ્રિલ 2026:
સુરત જિલ્લાના લીંગડ ગામની હદમાં આવેલ NH-53 પર નવા જીઓ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકતાણાના સામાજિક કાર્યકર્તા તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય નેતા શ્રી જતીનભાઈ તેમજ તેમના બે ભાગીદારોના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નવા પંપના પ્રારંભથી વિસ્તારમાં ઇંધણની સુવિધા વધુ સરળ બનશે તેવી લોકોએ આશા વ્યક્ત કરી હતી.
શ્રી જતીનભાઈના મિલનસાર અને સહજ સ્વભાવને કારણે હાજર રહેલા લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ અંતે ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

0
0 views

Comment