ચાણસ્મા પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન શરૂ: વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ.
ઉમેદવાર આશાબેન ઠાકોરે વહેલી સવારે કર્યું મતદાન
ચાણસ્મા પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન શરૂ: વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ.
ઉમેદવાર આશાબેન ઠાકોરે વહેલી સવારે કર્યું મતદાન.
ચાણસ્મા તાલુકા વિસ્તારમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો હતો. લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના 7 વાગ્યાથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.
યુવાનો અને વૃદ્ધોમાં ભારે ઉત્સાહ.
ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ વયોવૃદ્ધ મતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી.ગ્રામીણ વિસ્તારોમાં ખેતીકામ પર જતાં પહેલાં લોકોએ મતદાન મથકે પહોંચી વહેલું મતદાન કરવાનું પસંદ કર્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. દરેક મતદાન મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સંવેદનશીલ બૂથો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી ક્યાંય પણ અપ્રિય ઘટનાના સમાચાર નથી અને મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે.
સ્થાનિક પ્રશ્નો કેન્દ્રસ્થાને
મતદારોએ પોતાના વિસ્તારના વિકાસ, સુવિધા અને સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં
રાખીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. રાજકીય પક્ષોના ઉમેદવારો પણ વહેલી સવારથી જ સક્રિય જોવા મળ્યા હતા અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા