logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલા ભુગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં
અનેક મહિનાઓ વીત્યા છતાં ભુગર્ભ ગટરના કામને લઈ લોકો પરેશાન
સ્થાનિક લોકો સહિત નગર પાલિકા સદસ્યો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાં નિર્ભય તંત્ર ઘોર નિંદ્રામાં
ભુગર્ભ ગટર માટે ખોદેલા ખાડા અનેક રજૂઆતો બાદ પણ કોઈ સેફ્ટી બેરિકેટ રિફ્લેક્ટર કે કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં ન આવતા થઈ રહ્યા છે અક્સ્માત
ભુગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓમાં વાહનો ખાબકતા લોકોમાં ભયનો માહોલ
રાત્રિના સમયે કોઈ સેફ્ટી બેરિકેટ ન હોવાના કારણે ફોર વ્હીલ ખુલ્લા ખાડામાં ખાબકી
ફોર વ્હીલ ખાડામાં ઘૂસી જતા સમાજ સેવક હરપાલસિંહ જાડેજા સહિત અનેક સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી
હજુ આવા જાહેર માર્ગો પર ખુલ્લા ખાડાઓ તંત્ર દ્વારા રિપેર કરાશે કે પછી નિર્ભય તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા લોકોમાં ઉઠતા સવાલ
ભુગર્ભ ગટરના આવા નબળા કાર્ય અને સેફ્ટી વગર ચાલતા કામને લઈ કોંગ્રેસે આગળ આવી તાત્કાલિક આ કામ અંગે ધ્યાન દોરવા વિનંતિ કરી
શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ કામ કરવા રજૂઆત કરી છે જો આમ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

રિપોર્ટર:- અમીર પઠાણ
ઉપલેટા:------///////

24
1343 views

Comment