logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

કંબોઈ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર આશાબેન ઠાકોરનો ઈટોદા ગામે જોરશોરથી પ્રચાર; ગ્રામસભામાં ઉમટી જનમેદની......

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત કંબોઈ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરે આજે પોતાના મતવિસ્તારમાં આવતા ઈટોદા ગામે ભવ્ય લોકસંપર્ક અને ગ્રામસભાનું આયોજન કર્યું હતું.
ઇટોદા ગામે આગમન સમયે ગ્રામજનો દ્વારા આશાબેનનું ફૂલહાર અને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ આ પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. ગ્રામસભાને સંબોધતા આશાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, તેઓ આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે ગામના પ્રાથમિક પ્રશ્નો જેવા કે રસ્તા,અને પીવાના પાણીની સુવિધાઓને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી.તેમણે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પોતાના સંકલ્પને દોહરાવ્યો હતો.
ગ્રામસભા દરમિયાન ઇટોદાના વડીલો અને યુવાનોએ આશાબેનને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો,પક્ષના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રચાર અભિયાનથી કંબોઈ જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

5
727 views

Comment