logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પ્રેમસંબંધના અગાવના મનદુઃખ રાખી હુમલો કર્યા બાદ યુવકનું સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો

પ્રેમસંબંધના અગાવના મનદુઃખ રાખી હુમલો કર્યા બાદ યુવકનું સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો

રાજુલાની પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સુતેલાદિનેશભાઈ ટભાભાઈ સોલંકીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા બાદ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થતા હવે મામલો હત્યામાં પલટાયો છે રાજુલા પોલીસ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી દોડતી થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમા રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી,સુરસિંહ ભનુભાઈ સોલંકી બંને રેહવાસી ધારેશ્વર, કેવલરે.નવી માંડરડી સામે હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે હત્યાના ગુન્હામાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે.

ફરીયાદી નરશીભાઈ ટભાભાઈ સોલંકીએ રાજુલા પોલીસ

સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મૃતક દિનેશભાઈ સોલંકીએ એક વર્ષ પહેલા તેમના કુટુંબીભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમસંબંધ હતા

જેથી તેને મોરબી ભગાડી લઈ ગયો હતો જેથી આ આરોપી રાજેશ ઉર્ફે ભનુભાઈ સોલંકીએ મૃતક સામે મળે ત્યારે ધમકીઓ આપતા હતા અને આ સોનલ મૃતકના સાથે મોરબી બે મહિના સુધી રાખી બાદ સોનલ તેના પિતાના ઘરે આવતી રહીહતી

જેનું આમૃતક તથા આરોપીઓવચ્ચે મન દુઃખ ચાલતું હતું.

મૃતક તારીખ ૧૮/૦૪-૨૦૨૬ના રોજ મોરબીથી ભાક્ષી ગામ કાળુભાઈની વાડીએ મજૂર લેવા માટે આવ્યા હતા અને મૃતક સુતા હતા તેવા સમયે રાત્રીના સાડા આઠેક વાગે આ ત્રણેય આરોપીઓ સાથે એકસંપ બની

બાઈક લઈ વાડીમાં આવી મૃતકને થોડે દૂર લઈ જય કહેલ તું મારી બહેનને કેમ ભગાડી લઈ ગયો હતો જેથી અમારી આબરૂ જતી રહી હતી તેમ કહી મૃતકને ગાળો આપી આરોપી રાજેશ ઉર્ફે રાકેશે પોતાના પેન્ટ માંથી પટો કાઢી તથા અન્ય આરોપી દોરી પટા વડે મૂંઢ મારામારી કરી આખા શરીર પર જીવલેણ ઈજાઓ કરી દુઃખાવોથતાવાડીમાં મૂકી આરોપીઓફરાર થયા હતા

ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં યુવક ની સારવાર ચાલી રહીહતી આ સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો છે.

રાજુલા પંથકમા હત્યાની ઘટના બાદ રાજુલા પી.આઈ.શ્રી વિજય કોલાદરા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અનેઆરોપીનેપકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે

રાજુલા પોલીસે આરોપીઓને પકડી પડ્યા આગળની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટર સંજયવાઘેલા અમરેલી

1
15 views

Comment