અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે "વિશ્વ પુસ્તક દિવસ"ની ઉજવણી*
*અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે "વિશ્વ પુસ્તક દિવસ"ની ઉજવણી*
*૦૦૦૦૦૦૦*
*અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૬ (ગુરૂવાર) –* આજરોજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે તા. ૨૩ એપ્રિલ – "વિશ્વ પુસ્તક દિવસ"ની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ અન્વયે મદદનીશ પ્રાધ્યાપક શ્રી ડો.કે.વી.ચૌધરીએ પુસ્તકોનું મહત્વ, પુસ્તકોના વાંચનથી થતા લાભ વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત ભારતના બંધારણ પુસ્તકની વિશેષતાઓ વિષયક ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભારતનું બંધારણ પુસ્તક એ લોકશાહી દેશનો સર્વોચ્ચ કાનૂની દસ્તાવેજ છે. પુસ્તકો માનવ જીવનમાં જ્ઞાન, દર્શન, માર્ગદર્શન, પ્રેરણા પૂરી પાડે છે.
આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી શહેર કોલેજ લાઇબ્રેરી દ્વારા વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. સાથે વિદ્યાર્થીઓને પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજ આચાર્ય શ્રી ડો. દેશમુખ સહિત સર્વ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.